304

Revision as of 00:56, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૦૪- પ્રભુ ઈસુ શીખવિત પ્રાર્થના == {| |+૩૦૪- પ્રભુ ઈસુ શીખવિત પ્રાર્થ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૦૪- પ્રભુ ઈસુ શીખવિત પ્રાર્થના

૩૦૪- પ્રભુ ઈસુ શીખવિત પ્રાર્થના
આકાશી ઓ બાપ અમારા,
નામ પવિત્ર મનાવ,
દિન દિન
તવ રાજ્ય આવો.
આકાશે જ્યમ પૂરી
ઈચ્છા થાયે તારી,
પૃથ્વી પરે પણ હો.
આકાશી ઓ બાપ.-
દિનની રોટલી અમને દેજે,
ઋણો માફ તું કર,
દિન દિન
કરીએ જ્યમ જનને.
પરીક્ષણે નવ લાવી,
ભૂંડાથી છોડાવી,
કર તું વિજયમાન.
આકાશી ઓ બાપ.-
રાજ્ય, પરાક્રમ, મહિમા સારાં
હરદમ હો તારાં;
દિન દિન
હરદમ હો તારાં,
આમીન, આમીન હો નિત,
આમીન, આમીન હો નિત,
ધન્ય પ્રભુ અમારા.
આકાશી ઓ બાપ.-