3

Revision as of 13:10, 16 December 2014 by ElanceUser (talk | contribs)

3 – પ્રભુને આમંત્રણ

3 – પ્રભુને આમંત્રણ
પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો,
તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો.
પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો,
અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો.
પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો,
નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો.
પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો;
ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.

Phonetic English

3 - Prabhune aamantran
1 Padharo prabhuje, sabhamaa padharo, Sabhanee mahe agrasthane biraje,
Tamara krupalu karone prasaaro, amara maha dukh sadha niwaaro.
2 Padharo, prataape prabhuje, padharo, amare winte badhe ur dharo,
Amone sunawo subodh tamaro, karo sahya aashis aapi hajaro.
Padharo,ro, supyara pravuji, padharo, amari badhi sewna te swikaro,
Nathi anya ko pap thi tarnaro, ane swargni watma dornaro,
4 Padharo,swambhu prabhuji padharo, amara rudiyani mahe birajo;
Dhro taj shire, karo raj isthai, sumudra tamari ja isthapi sadai,

Image

File:Guj4.jpeg