181

Revision as of 00:15, 2 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી== {| |+૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી

૧૮૧ - ખ્રિસ્ત જેવો મિત્ર કોઈ નથી
રાગ: ભીમપલાસ
(તાલ: કેહરવા)
કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ
ટેક: મિત્ર નથી મમ કોઈ, તુજ સમો મિત્ર નથી મમ કોઈ;
અન્ય હજારો હોય, તુજ સમો.
મુજ મૃતકને મરી જિવાડયો, સ્નેહભરી તુજ સોઈ. તુજ.
મુજ મલિનને શુદ્ધ કર્યો તેં નિજ સુધિરથી ધોઈ. તુજ.
તુજ વિના તો મનની હાલત અન્ય શું જાણે કોઈ? તુજ.
અધિક દુ:ખ પણ અધિક શાંતિ તુજ મેળાપથી હોય. તુજ.
અનેક વાર હું દૂભવું તુજને પ્રેમ કરે તું તોય. તુજ.
તુજ વિના તો દીન દુ:ખીની કોણને પરવા હોય? તુજ.
મરણ ક્ષણ પણ પુરણા આનંદ, જો તુજ હો તો હોય. તુજ.