180

Revision as of 00:11, 2 August 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ== {| |+૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ |- | |નાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ

૧૮૦ - ખ્રિસ્તમાં રહેવાથી લાભ
નારાય
કર્તા: થોમાભાઈ પાથાભાઈ
અપાર લાભ ખ્રિસ્તથી સદાય ખ્રિસ્તમાં રહો,
વિજોગ દેહનો થતાં અનંત લાભને ગ્રહો,
સદા સુચાલ ખ્રિસ્તની ધરો બધાં સુકામમાં,
અનંત લાભ પામશો અપાર ઉચ્ચ ધામમાં.
સુગંધ જેમ ઊડતી, ગુલાબ ફૂલની સદા,
સદા સુભક્ત દેવના થજો સુચાલમાં બદ્ચા;
પ્રકાશ સૂર્યનો પડે, તિમિર દૂર થાય છે,
સુચાલ એ પ્રકાશ છે, પવિત્રતા મનાય છે.
અનાજ લૂણથી બધાં સુસ્વાદથી ખવાય છે,
પવિત્ર લોક લૂણ છે, સુધારનાર થાય છે.
વસેલ ગામ ડુંગરે, છૂપું કદી નહિ જ છૂપશે,
સુભક્ત એમ ખ્રિસ્તમાં, રહી જગે પ્રકાશશે.