150

Revision as of 02:21, 31 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૦ - ખ્રિસ્તનું નામ== {| |+૧૫૦ - ખ્રિસ્તનું નામ |- |૧ |લાગે બહુ વહાલું તાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૫૦ - ખ્રિસ્તનું નામ

૧૫૦ - ખ્રિસ્તનું નામ
લાગે બહુ વહાલું તારું, નામ તારનરું,
નામ તારનારું તારું, નામ તારનરું. લાગે.
પાપથી છોડાવનારું, મોક્ષ માંહે તેડનારું,
કેમ રે વિસારું સારું, નામ તારનરું? લાગે.
કનક આવ્યું છે હાથ, ગ્રહું કેમ અન્ય જાત?
રટું દિન રાત, નાથ, નામ તારનરું. લાગે.
મમ મન ભૂલે જો તે, શુદ્ધ કર જોઈ તો તે;
શિલાલેખ પેઠે ચોંટે, નામ તારનરું. લાગે.
ભલે દુ:ખ શિર તૂટે, વેરી થાય જૂથજૂથે;
કદી ન વિખૂટે છૂટે, નામ તારનરું. લાગે.
લગની લાગી છે તારી, રહે સદા પાસ મારી;
વિનંતી સ્વીકારી ભારી, ભય દે વિદારી. લાગે.