139

Revision as of 01:37, 30 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૩૯ - ઈસુના પ્રગટ થવાની આશા== {| |+૧૩૯ - ઈસુના પ્રગટ થવાની આશા |- | |સત્તાવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૩૯ - ઈસુના પ્રગટ થવાની આશા

૧૩૯ - ઈસુના પ્રગટ થવાની આશા
સત્તાવીસી કે શરણાગર
કર્તા: જે. વી. એસ. ટેલર
પ્રગટ થશે રે ઈસુ કયારે ? કયારે પ્રભુ દેખાય?
કયારે ઉદય થયાને કાજે ઉગમણ લાલ જણાય?
વાટ ઘણી અમ જોતાં બેઠા, જાગ્યા આખી રાત,
કયારે બૂમ પડે કે આવ્યો ભક્ત તણો શુભ નાથ?
એક પછી બીજો પરલોકે, સ્નેહી એકે એક;
સંગ વિના અમ એકલવાસે ખિન્ન છિયે, વિણ ટેક.
મિત્ર ગયા ત્યાં રાત નથી રે, કળિયે એ રાત વેણ,
તોય વિજોગપણાને દુ:ખ બેઠા આકી રેણ.
હમણાં રજની છે બહુ કાળી, દુ:ખ ઘણું ને શોક,
છે સંદેહ ઘણા મન માંહે જાણે આશા ફોડ.
તન મનનો એ થાક ઘણો છે, જોતાં પ્રભુની વાટ;
મુખ વિકરાળ કરીને રહે છે, ચોગરદા ગભરાટ.
અરે પ્રભાત તણા શુભ તારા, તારી જોત જણાવ;
તુજ ઉપકીર્ણ તણે અજવાળે માન્ય થશે અમ ભાવ.
સૂર્ય તણા પરિપૂર્ણ પ્રકાશે તૃપ્ત થશે અમ આશા,
ત્યાં લગ કંઈ અંધાર દબાવી આપો અલ્પ પ્રકાશ.
હે પ્રભુ, વાક્ય ખરું છે તારું, "વીતી રાત જનાર;
અજવાળાની જીત થવાની, ધન્ય પ્રભાત થનાર."
વેણે જશે ન વ્યર્થ એ જાણી ધરીએ દઢ વિશ્વાસ;
આ સુખદેણ વચનમાં હર્ખી નહિ તજીએ શુભ આશ.