|
નીલ અથવા વિશેષ વિશેષ છંદ
|
|
"Blest morning"
|
કર્તા:
|
આઈઝેક વાઁટ્સ, ૧૬૭૪-૧૭૪૮
|
અનુ. :
|
એમ. વી. મેકવાન
|
૧
|
દિવ્ય ઉષા ઊગી આદિતની સુપ્રકાશ ભરી,
|
|
જીતી ઊઠયો પ્રભુ પુત્ર અહા! ક્રૂર કાલવરી !
|
|
મોત ભયાનક સાથ મહા, મલયુદ્ધ કરી!
|
|
ઘોર તજી પ્રભુ ખ્રિસ્ત ઊઠયો, જીત પૂર્ણ વરી!
|
૨
|
ગંભીર ઘોરની નીરવતા ટળી કંપ થતાં,
|
|
પા'ણ ગયો દૂત ત્યાં દૂત ઊતરતાં !
|
|
સ્વર્ગ તણાં શુભ દ્વાર ખૂલ્યાં, પ્રભુજી ઊઠતાં !
|
|
ધન્ય ખરો દિન! હર્ષ કરો, પ્રભુને ભજતાં.
|
૩
|
વ્યર્થ કીધાં ક્રૂર નર્ક અને વળી મોત સદા,
|
|
ઉજ્જવલ જીવનની પ્રગટી શુભ જ્યોત સદા!
|
|
પુનિત પુનરુત્થાન તણો જય પૂર્ણ થયો,
|
|
બંધન સર્વ ગયાં તૂટી આ, રિપુ નષ્ટ થયો.
|
૪
|
હે પ્રભુ, સ્તુતિ સદાય થજો તુજ નામ તણી,
|
|
માન અમે દઈએ સ્મરતાં, તુજ રે'મ ઘણી.
|
|
સાક્ષી થઈ જગતારકના શુભ સર્વ પળે,
|
|
વિજય આદિતનો વદિયે, સહુમાં સઘળે.
|
૫
|
સ્વર્ગ, ભૂમંડળ સર્વ તમે, જયગાન કરો,
|
|
ગિરિ અને જલનિધિ મહા, જયનાદ ઘરો.
|
|
સ્તોત્ર કરો, સહુ ખ્રિસ્ત તણાં, શુભ યજ્ઞ થયો,
|
|
તારણ ને જીવનામૃતનો અધિરાજ રહ્યો.
|