127

Revision as of 20:41, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૭ – ખ્રિસ્તનો મરણ પર જય== {| |+૧૨૭ – ખ્રિસ્તનો મરણ પર જય |- |૧ |ખ્રિસ્ત ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૨૭ – ખ્રિસ્તનો મરણ પર જય

૧૨૭ – ખ્રિસ્તનો મરણ પર જય
ખ્રિસ્ત આજે પામ્યો ઉત્થાન, હાલેલૂયા,
દૂતો ગાઓ જયનાં ગાન, હાલેલૂયા,
એમ જ ગાઓ, માનવજાત, હાલેલૂયા,
ખ્રિસ્તનાં સ્તોત્રો જયની સાથ, હાલેલૂયા,
યુદ્ધમાં વેઠી મોતનો માર, હાલેલૂયા,
ખ્રિસ્તે સાધ્યો જગદુદ્વાર ! હાલેલૂયા,
હવે તે ના મોત દુ:ખ લેનાર, હાલેલૂયા,
ને ફરી ના મોત સે'નાર. હાલેલૂયા,
શિલા, મુદ્રા ઠર્યા વ્યર્થ, હાલેલૂયા,
વ્યર્થ ગઈ ચોકી સમર્થ ! હાલેલૂયા,
ઘોરેથી ખ્રિસ્ત આવ્યો બહાર! હાલેલૂયા,
ને ઉઘાડયું સ્વર્ગી દ્વાર! હાલેલૂયા,
હાલ છે જીવતો ગૌરવી રાય, હાલેલૂયા,
મૃત્યુ તારો ડંખ છે કયાંય? હાલેલૂયા,
ક્યાં છે આજે મોતનો જય? હાલેલૂયા,
ખ્રિસ્તે જીતી ટાળ્યો ભય, હાલેલૂયા,
દોરે જ્યાં ગૌરવી ખ્રિસ્ત, હાલેલૂયા,
જઈશું તેની પૂઠે નિત, હાલેલૂયા,
મોતને આપણે જીતશું, હાલેલૂયા,
ખ્રિસ્ત સાથ સદા જીવીશું. હાલેલૂયા.