126

Revision as of 20:38, 29 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન== {| |+૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન |- |કર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન

૧૨૬ - પ્રભુ ઈસુનું પુનરુત્થાન
કર્તા : એલ. જે. ફ્રાન્સિસ
(સિયોની)
આનંદે ઉલ્લાસી અખિલ અવનિ આ વારી,
આજ પ્રભાતે ઊઠયો ઈસુ મૃત્યુને વિદારી.
મહા મૂલવાન જીવન અર્પી અવનિ ઉગારી,
મૃત્યુ જીત્યો માનવ કાજ ઘોર ઉઘાડી. આનંદે.
જીતી શત્રુ શેતાન આજે મૃત્યુ હરાવી,
તોડયો મૃત્યુ ડંખ, કાઢી ઘોરની જયકારી,
સ્વર્ગીય ઘર કેરી વાટ ખ્રિસ્તે ઉજાળી,
દિવ્ય અજવાળાની જોત માર્ગે બતાવી. આનંદે.
ઝૂલે સૃષ્ટિ સારી આજે હૈયાં ઉજાળી,
ઊઠે ભ્રમર, પુષ્પમાંથી પાંખ ગુંજાળી.
ઈશવાણી સુણ મધુર, રે તત્કાળી !
પામી અનંતજીવન, ચાલ વાટ રૂપાળી. આનંદે.