|
ગઝલ
|
કર્તા :
|
કા. મા. રત્નગ્રહી
|
ટેક :
|
મુજ પાપ શ્રાપ વિદારવા ઈસુ ગયો મરી;
|
|
મહા દંડ સહ્યો અંગમાં તેણે દયા કરી.
|
૧
|
દુ:ખો વિચારું તેહનાં ને વેદના બધી;
|
|
વહે છે નીર ચક્ષુથી, ગયો પ્રભુ મરી. મુજ.
|
૨
|
પ્યાલો હતો કડવો ઘણો, પ્રભુના કોપનો;
|
|
રે ! પી ગયો તું સર્વ એ, બધો જરેજરી. મુજ.
|
૩
|
ગજબ ભારી એ હતો, દીસો છે એ નક્કી;
|
|
પડયો પસીનો રક્તનો, તુજ અંગથી ઝરી. મુજ.
|
૪
|
ધિક્કાર તેં સહ્યો ઘણો, ને મારે આકરો;
|
|
સહનતા બહુ દાખવી, બસ મૌન તેં ધરી. મુજ.
|
૫
|
ખીલાની તીક્ષ્ણ ધારથી વીંધાયાં તારાં અંગ;
|
|
તુજ ઘાઓથી રુધિરની ધારાઓ નીસરી. મુજ.
|
૬
|
જોઈ અનુપમ પ્રેમને, કરું છું તારી પ્રીત;
|
|
ચહું ન પાપો હું કદા હવે, પ્રભુ, ફરી. મુજ.
|