106

Revision as of 23:25, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૦૬ - વધસ્તંભ== {| |+૧૦૬ - વધસ્તંભ |- |૧ |દષ્ટિએ પડે થંભ જે પળે, રુદન-શોક ત્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧૦૬ - વધસ્તંભ

૧૦૬ - વધસ્તંભ
દષ્ટિએ પડે થંભ જે પળે, રુદન-શોક ત્યાં હર્ખમાં ભળે;
દેવપુત્ર, તેં થંભ તો ધરી પતિત લોકની મુક્તિ તેં કરી.
કઠિન સ્તંભને તેં અરે, સગ્યો ! અધમ લોક કાજ યજ્ઞ તું થયો;
પ્રાણ છોડિયો પાપ કાપવા, ફરી થયો સજીવ મૃત્યુ કાઢવા.
દુ:ખ વેઠિયું પુણ્ય આપવા, પતિતની સજા સૌ વિદારવા;
પૂર્ણ્ ચિત્તથી માન્ય તો કરું, સત ઉદ્ધાર માર્ગ ભાવથી ધરું.
વચન ખ્રિસ્તનાં પ્રેમથી સ્મરું, ઉર મહીં સદા ખંતથી ધરું;
સતત શુદ્ધતા પામતો રહું, ધરી પવિત્ર પંથ સ્વર્ગમાં જઉં.