(રાગ :
|
દીવડો બુઝાયો આજે)
|
કર્તા :
|
એન. જે. જયેશ
|
ટેક :
|
ઊંચકી ચલાવ્યો, કોને ઊંચકી ચલાવ્યો ! શૂળીએ રે રે કોને ચડાવ્યો !
|
|
કોને જડાવ્યો, થંભે કોને જડાવ્યો ! શૂળીએ રે રે કોને ચડાવ્યો !
|
૧
|
ખુદ હતો એ પ્રેમ સ્વરૂપા, રહેમ રહી હ્રદયે શું અનુપા,
|
|
એને, શું એને શિરે કંટક તાજ ચડાવ્યો !- શૂળીએ.
|
૨
|
"માફ કરો, હે બંધવ પ્યારો, એક નહિ પણ વાાર હજારો,"
|
|
શીખવનારો એવું, તેને ચાબુકથી ફટકાર્યો - શૂળીએ.
|
૩
|
જેના હાથ કરે સૌ સાજા, પાય દયાનાં કામો જાત,
|
|
ખીલા હાથ પગોએ ઠોકી, ઠોકી જકડી માર્યો - શૂળીએ.
|
૪
|
જેના મુખડે હાસ્ય ફરકતું, સ્નેહ, દયા જે નયનો રતું,
|
|
એ મુખ ઉપર થૂંકી થૂકી દિવ્ય પ્ર્ભુ તુચ્છકાર્યો - શૂળીએ.
|
૫
|
"કોઈ ગાલ તમાચો મારે, ધરવો બીજો ગાલ તમારે,"
|
|
થપડ જોર મારી એને કહેતો કાંઈ અટકાવ્યો - શૂળીએ.
|
૬
|
હાથપગેથી લોહી ટપકતું, પાણી પાણી મુખ તલસતું,
|
|
"ઓ પ્રભુ, માફ કરો આ સૌને" છેલ્લી પ્રાર્થ ઉચ્ચાર્યો - શૂળીએ.
|
૭
|
મોત સહ્યું નીચ થંભ તણું તેં, કારણ પાપ અનેક કર્યાં મેં;
|
|
જીવન તવ ચરણે અરપીને, દાસ સદા રહું તારો - શૂળીએ.
|