|
વિક્રાંત
|
|
"All glory, laud and honour"
|
કર્તા :
|
ઓર્લીન્સના થીઓડલ્ફ, ૭૫૦-૮૨૧
|
|
(લઁટિનમાં)
|
અંગ્રેજીમાં અનુ. :
|
જોન
|
|
એમ. નીલ, ૧૮૧૮-૬૬
|
અનુ. :
|
જે. એસ. અટીવન્સન
|
ટેક :
|
હે નૃપ તારક ખ્રિસ્ત, તને સ્તુતિ, ગૌરવ હોજો !
|
|
જેને હોસાના ગાતી લધુ બાળક ફોજો.
|
૧
|
દાઊદ પુત્ર યહૂદીના રાજા જયકારી,
|
|
આવે તું પ્રભુને નામે, કરિયે સ્તુતિ તારી.
|
૨
|
સ્વર્ગ તણા દૂતો નભમાં તુજ સેવ કરે છે,
|
|
માનવ ને સહુ સૃષ્ટિ અહીં તુજ માા ધરે છે.
|
૩
|
હિબ્રૂ લોક લઈ લઈ ડાળી તુજ પાય પ્રસારી,
|
|
તેમ અમે પણ આવિયે લઈ પ્રાર્થ અમારી.
|
૪
|
તે તુજ મોત થયા પહેલાં સ્ત્વતા શુભ રીતે,
|
|
રાજ કરે તું હાલ નભે, સ્તવિયે અમ ગીતે.
|
૫
|
રાય કૃપાળુ, તને રીઝવે સહુ બાબત સારી,
|
|
માની બાળ તણી સ્તુતિ તેં, ત્યમ માન અમારી.
|