93

Revision as of 21:34, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૯૩ - શાલેમ નગરીમાં હોસાના== {| |+૯૩ - શાલેમ નગરીમાં હોસાના |- | |ગરબી |- |કર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૯૩ - શાલેમ નગરીમાં હોસાના

૯૩ - શાલેમ નગરીમાં હોસાના
ગરબી
કર્તા : એમ. વી. મેકવાન
શાલેમ નગરી આ ' હોસ્સાના ' નાદે ગાજતી જો !
'સિયોનપુત્રી તારો રાજા કેવો રાંક !'
'આવે સ્વારી વછેરે વિરાજતી જો !'
હર્ષે છલકાતી બાળોની ફોજ ઘેરતી જો !
ખજૂરડાળી કેરી દ્વજા ફરકે હાથ !
'હોસ્સાના ! હોસ્સાના ' નાદ વેરતી જો !
પ્રભુને નામે આવે રાજા ! સ્વારી દીપતી જો !'
'સ્વર્ગે શાંતિ ને પ્રભુને મહિમા થાય !'
'પરમ ઊંચે હોસ્સાના' પોકારતી જો !
ગાઓ 'હોસ્સાના !' ઈસુ રાજાને પ્રીતથી જો !
તારણ કરવાને ત્રાતાએ દીધો પ્રાણ !
તન, મન, ધન સૌ અર્પો રૂડી રીતથી જો !