90

Revision as of 20:07, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૯૦ - વિજયવંત પ્રવેશ== {| |+૯૦ - વિજયવંત પ્રવેશ |- |કર્તા : |જયવંતીબહેન જે. ચ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૯૦ - વિજયવંત પ્રવેશ

૯૦ - વિજયવંત પ્રવેશ
કર્તા : જયવંતીબહેન જે. ચૌહાન
ટેક : પધારો રાય ઓ શાલેમમાં, પધારો. રાજન શાંતિના.
ભાખેલા ભાવિ પૂર્ણ કરાએ,
રાજન જયકેરા નાદે વધાએ;
વછેરે વિરાજી પ્રેમે પધારે,
બાળો લલકારે જય-જયકારે.
ખજૂરી કેરી ડાળી ગ્રહે સહુ,
સ્તુતિના નાદો ગજાવે તહીં બહુ;
હોસાના, હોસાના, હોસાના, હોજો,
પરમ ઊંચામાં હોસાના હો.
જયકેરા નાદે નગરી ગાજે,
પધારે રાજન શાંતિના સાજે;
સ્વર્ગતણો એ રાજવી આજે,
આવ્યો રે સહુના તારણ કાજે.