૧
|
સુંદર સિયોનની સર્વોત્તમ સુંદરી, વરરાજા આવે જો વૈભવ વિસારી;
|
|
વછેરે વિરાજી, નમ્ર, વિરાગી, દિવ્ય પ્રેમ પ્રભાવની લગની લગાડી. જય.
|
ટેક :
|
જય જય ઈસુ રાજાને વધાવો, જય જય સિયોન વરરાજા પધારો;
|
|
ખજૂરી ડાળી, જૈતુનની ઝાડી, વૃક્ષની વાડી, લાવો ઉખાડી,
|
|
સરકાવી, ફરકાવી, સૌ પુષ્પો ચઢાવો, જય જય ઈસુ રાજાને વધાવો.
|
૨
|
રોમન ગરુડ ઊડે શાલેમ નગર પર, આ બાળો પોકારે હોસાના, હોસાના !
|
|
દંભી દુર્ભાષણ ! ફિતૂરી ફજેતા ! પાસ્ખાના પર્વમાં શા ઢોંગ ધતિંગા ! જય.
|
૩
|
બાળોનાં નૃત્ય ને નાદ સર્વોતમ, ઈસુને અર્પાયાં શું નહિ અત્યુત્તમ !
|
|
પથરા પોકારે, જો બાળો ન ગાજે, હોસાના, હોસાના, વિજયી તું થાજે. જય.
|