86

Revision as of 19:55, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૮૬ - મુજને શોધનાર પ્રેમ !== {| |+૮૬ - મુજને શોધનાર પ્રેમ ! |- | |"O the love that sought me" |- |Tune...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૮૬ - મુજને શોધનાર પ્રેમ !

૮૬ - મુજને શોધનાર પ્રેમ !
"O the love that sought me"
Tune : A.H. 562
કર્તા : એ. જે. ગોર્ડન
અનુ. : વી. કે. માસ્ટર
૭,૬,૭,૬,૮,૮ સ્વરો
તેણે રે'મથી શોધ કરી, પાપથી હુંકિત્ર, લાચાર,
તે લાવ્યો મને ફરી ટોળામાં બીજી વાર,
ત્યારે ગાયું દૂતોએ ગાન, જ્યાં લગ ગાજી રહ્યું આસમાન.
ટેક: રે પ્રેમ, મુજને શોધનાર ! રે રક્ત, મુજને તારનાર !
રેરે'મ, મુજને લાવનાર ટોળામાંય ! અજબ રે'મ જે લાવનાર ટોળામાંય!
તેણે ધોયા પાપના ઘા રેડી દ્રાક્ષારસ ને તેલ;
તે બોલ્યો: "તું છે મારો, મેં તને છે શોઘેલ;"
સુણેલ નહિ સૂર આવો મધુર, થયું તેથી હર્ષિત મુજ ઉર!
બતાવ્યા ઘા ખીલાના તેણે વેઠેલ મુજ કાજ;
તેમ જ શિર પર ઠઠ્ઠાથી મૂકેલ જે કંટક તાજ;
તાજુબ વાત મુજમાં શું છે ઈષ્ટ કે સે' તે આવું ભારે કષ્ટ !
હું છું તેની હજૂરમાં, મુખ તેનું બહુ ઉજ્જવળ,
તેનું ભજન કરતાંમાં, આશિષ પામું પુષ્કળ,
લાગો ટૂંકો અનંતકાળ પણ કરવા તેનાં પૂરાં વખાણ.