૩૪૩ - સ્વાર્પણ

૩૪૩ - સ્વાર્પણ
ટેક: અર્પું તુજને મુજ તન, મન, ધન, મુજ જીવન લે, મુજ જીવને લે.
દઉં હોમી, પ્રભુ, મુજ સર્વ તદ્દન, મુજ જીવન લે, મુજ જીવને લે.
તુજ સ્તંભ, પ્રભુ મુજ ખાંધ ધરું,
તવ સેવા તણા પથમાં સંચરું,
ડગ પાછું નહિ કો કાળે ભરું,
મુજ જીવન લે, મુજ જીવન લે.
બહુ સંકટ ને તોફાન નડે,
બહુ આપદાથી વધુ શૂર ચઢે,
ભલે શિર કદી ધરવું જ પડે,
મુજ જીવન લે, મુજ જીવન લે.
તવ રાજ્ય તણી ઝુંબેશ મહીં,
સદા સેવા મહીં ઝુકાવું સહી,
યાહોમ કરી પડું પાછો નહીં,
મુજ જીવન લે, મુજ જીવન લે.
જગ પાળક, તારક, સ્વામી મારા,
સહુ સોંપી દઉં મમ, પ્રભુ પ્યારા,
ધરું મસ્તક હું ચરણે તમારા,
મુજ જીવન લે, મુજ જીવન લે.

Phonetic English

343 - Svaarpan
Tek: Arpun tujane muj tan, man, dhan, muj jeevan le, muj jeevane le.
Daun homi, prabhu, muj sarv taddan, muj jeevan le, muj jeevane le.
1 Tuj stambh, prabhu muj khaandh dharun,
Tav seva tana pathamaan sancharun,
Dag paachhun nahi ko kaale bharun,
Muj jeevan le, muj jeevan le.
2 Bahu sankat ne tophaan nade,
Bahu aapadaathi vadhu shoor chadhe,
Bhale shir kadi dharavun ja pade,
Muj jeevan le, muj jeevan le.
3 Tav raajya tani jhunbesh maheen,
Sada seva maheen jhukaavun sahi,
Yaahom kari padun paachho naheen,
Muj jeevan le, muj jeevan le.
4 Jag paalak, taarak, svaami maara,
Sahu sonpi daun mam, prabhu pyaara,
Dharun mastak hun charane tamaara,
Muj jeevan le, muj jeevan le.

Media