68

Revision as of 02:02, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૬૮ - નોાએલ, નોાએલ== {| |+૬૮ - નોાએલ, નોાએલ |- | |"The First Noel" |- |Tune : |The First Noel. (Irregular with Refrain) |- | ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૬૮ - નોાએલ, નોાએલ

૬૮ - નોાએલ, નોાએલ
"The First Noel"
Tune : The First Noel. (Irregular with Refrain)
અંગ્રેજી (પુરાણું નાતાલ-ગીત)
અનુ. : કા. મા. રત્નગ્રાહી
શિયાળાની હતી ઠંડી રાત, બેઠા મેષપાળો ઘેટાંની સાથ,
દૂતે જણાવી નોએલ જ્યારે, તેઓ, ખેતરમાં સૌ હતા ત્યારે.
ટેક : નોએલ, નોએલ, નોએલ, નોએલ, દેહધારી થયો ઈમાનુએલ.
ગગને જોયો તારો ત્યાં એક, જે દૂર હતો પૂર્વ દિશામાં છેક;
ભૂએ ભારી પ્રકાશ પ્રગટ્યો, આખો દિવસ તે તો જારી રહ્યો. નોએલ.
આ મોટું તેજ નિહાળી કરી, ચાલ્યા માગીઓ દિલ ખુશી ધરી;
ઉમંગી આશા ધરીને મને ગયા સ્વર્ગી ભૂપને દર્શને. નોએલ.
ત તારો અગ્રે ચાલતો એમ, તે જઈને થંભ્યો બેથલેહેમ;
પોઢ્યો હતો દેવપુત્ર જે ઠાર, ત્યાં આવીને સ્થિર રહ્યો તે વાર. નોએલ.
પોં'ચ્ચા તેઓ પ્રભુ જન્મ્યો જ્યાં, ઘૂંટણે પડીને તે નમ્યા ત્યાં;
પ્રભુ પાયે મૂક્યાં સુંદર દાન, બોળ ને સોનું અને લોબાન. નોએલ.
ઉમંગે ગાઓ, સર્વ સુગાન, માનો સ્વર્ગી ભૂપને મહિમાવાન;
સૃષ્ટિના સ્વામીએ દેહ ધર્યો, ને પોતાને રક્તે ઉદ્વાર કર્યો. નોએલ.