66
૬૬ - પ્રભુ ઈસુનું ખાલી થવું
રાગ : | બિહાગ |
કર્તા : | કા. મા. રત્નગ્રાહી |
૧ | સ્વરનાયક તે દીના બાળક થઈ આવ્યો જગ માંહે દેહ ધરી; |
નિજ વૈભવ સારો તમામ તજી, જગ ઉપર પ્રીતિ અનુપ કરી. | |
૨ | વસતો સુખદાયક ઠામ મહીં, પણ આંહી સૂતો એ ગભાણ મહીં; |
પ્રતિમા ધરી માનવી ખાલી થયો, દીનતા ધરતાં જગકાજ અહીં. | |
૩ | ધનવાન છતાં નિરધન થયો, કરવા જગને ધનવાન બહુ; |
મહા ઊંચ છતાં નીચાણ મહીં, કરવા ઊંચા દિલ માંહે ચહ્યું. |