64

Revision as of 01:02, 28 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૬૪ - ખુશી ખુશી છે આજ !== {| |+૬૪ - ખુશી ખુશી છે આજ ! |- |શરણાગત : |ગરબીનો ઢાળ |- |(ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૬૪ - ખુશી ખુશી છે આજ !

૬૪ - ખુશી ખુશી છે આજ !
શરણાગત : ગરબીનો ઢાળ
(તાલ : કહેરવા)
કર્તા : રામસિંહ કહાનદાસ
ટેક : ખુશી ખુશી છે આજ, ઈસુ ખ્રિસ્તે પાપી સારુ
ખુશી ખુશી છે આજ ! જન્મ લીધો તે કાજ.
આકાશી સંદેશો આવ્યો, ભરવાડોની પાસ,
ઘેટાં કેરી રક્ષા કરતાં, કરતા ખેતર વાસ. ખુશી.
પ્રકાશ તેઓ પાસે પડિયો, થયા બહુ જ ભયભીત,
કારણ ઈશ્વર મહિમા દીઠો, જે બહુ પ્રકાશિત. ખુશી.
દૂતે દિલાસો ત્યાં દીધો, બીશો નહિ, ઓ ભાઈ,
બહુ આનંદી વાર્તા સુણો, તેની છે જ વધાઈ. ખુશી.
સર્વ જનને સારુ તે તો આવી આ જગમાંય;
ઉતાવળથી દોડી જાઓ, જાઓ શહેર માંય. ખુશી.
દાઉદ કેરા શહેર મદ્યે જુઓ તારણહાર;
લૂગડે તે વીંટાળેલો છે ગભાણમાં આ વાર. ખુશી.
દૂતોની સેના ત્યાં પ્રગટી, લાવી મુક્તિવાત,
ગગને ઊંચ સ્વરે બૂમ પાડી કીધો મોટો નાદ: ખુશી.
"પરમ ઊંચામાં પ્રભુને મહિમા, પૃથ્વી ઉપર શાંત,
માણસ મધ્યે પ્રસન્નતા થાઓ, ભાગે મનની ભ્રાંત." ખુશી.
ઘેટાંપાળક દોડી આવ્યા, આવ્યા શહેર માંય;
મરિયમ, યૂસફ, બાળક દીઠાં, હતો તબેલો જ્યાંય. ખુશી.
ઘૂંટણ ટેકી સેવા કીધી, મળ્યો તારણહાર,
નાતાલે તેહ જન્મ પામ્યો, સંભાતો આ વાર. ખુશી.