|
૭,૭,૬,૬,૬,૬,૭
|
|
સ્વરો
|
|
(ગીતશાસ્ત્ર ૧૩૬)
|
Tune :
|
Joyful
|
કર્તા :
|
જેમ્સ ગ્લાસગો
|
૧
|
ઈશ્વર કરે છે ઉપકાર, આપણે કરે છે ઉગાર,
|
|
તે સારો છે સહુકાળ;
|
ટેક :
|
કેમ કે તેની કૃપા, કૃપા, કૃપા, કૃપા,
|
|
કેમ કે તેની કૃપા ટકી રહેશે સદાકાળ.
|
૨
|
દે દેવોના દેવને માન, એકલો તે છે મહિમાવાન,
|
|
તે સારી છે સહુકાળ; કેમ કે.
|
૩
|
સંધાં સૃષ્ટના પ્રભુને, ત્રિલોકના મહાવિભુને
|
|
સ્તોત્રો કરો સહુકાળ; કેમ કે.
|
૪
|
એકલો કરે ચમત્કાર, સર્વ લોક પર અધિકાર,
|
|
તેને ભજો સહુકાળ; કેમ કે.
|
૫
|
સર્વા કરતાં બુદ્ધિમાન, સહુનો રક્ષકમ્ સ્તુતિમાન,
|
|
તે સારો છે સહુકાળ; કેમ કે.
|
૬
|
આપના શત્રુને દંડી, લીધાં આપણે ખંડી,
|
|
તે તારક છે સહુકાળ; કેમ કે.
|
૭
|
સહુ પર દયા લાવે છે, સહુને ખવડાવે છે,
|
|
તે દાતા છે સહુકાળ; કેમ કે.
|
૮
|
દેવ આકાશી મહિમાવાન, તેને માનો સદ્ગુણવાન,
|
|
હમણાં તથા સહુકાળ; કેમ કે.
|