|
૧૧ સ્વરો
|
|
"Immoital, invisible, God only wise"
|
|
Tune : Joanna
|
|
Rf C.H.22
|
|
કર્તા : સી. સ્મીથ,
|
|
૧૮૨૪-૧૯૦૮
|
|
અનુ. : એમ. ડબલ્યુ. બીટી
|
૧
|
અમર ને અદશ્ય, જ્ઞાનમાં તું અપાર,
|
|
અજવાળું તું છે, પણ અમે અંધકાર;
|
|
આશીર્વાદિત દેવ સર્વકાણ મહિમાવાન,
|
|
તુજ નામ સર્વસમર્થ, જ્યવંત, દઈએ માન.
|
૨
|
પ્રકાશ પ્રસરે ઝટ ચૂપકીદીથી જેમ,
|
|
તું મનમાં રાજ કરનાર સર્વોપરી તેમ;
|
|
જેમ આકાશનાં વાદલ ને પહાદની ઊંચાઈ,
|
|
તેમ જ છે તારાં પ્રેમ, ન્યાય અને ભલાઈ.
|
૩
|
નાનાં મોટાં સૌને તું જીવન દેનાર;
|
|
સૌ જીવતાં પ્રાણીનો તું છે સત આધાર;
|
|
જેમ ઝાડ પરનાં પાનો ખરી પડે છે,
|
|
તેમ અમે જઈશું પણ તું સદા ટકશે.
|
૪
|
મહાપિતા આકાશી, મહિમા તેજસ્વી,
|
|
આંખો ઢાળી દૂતો કરે છે સ્તુતિ;
|
|
તેમ અમે સ્તવીએ; મદદ પ્રભુ, દે,
|
|
જોવા તને, જેને પ્રકાશ ઘેરે છે.
|