52

Revision as of 23:46, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૫૨ – ઈશ્વર દ્ધારા ભકતોનો જય== {| |+૫૨ – ઈશ્વર દ્ધારા ભકતોનો જય |- |૧ |દેવ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૫૨ – ઈશ્વર દ્ધારા ભકતોનો જય

૫૨ – ઈશ્વર દ્ધારા ભકતોનો જય
દેવ છે આશરો સંતનો રોજ, તો પછી શું કરે દુષ્ટની ફોજ?
ત્રાસ પામી જશે સંતથી દૂર, સંતની ફોજમાં ખ્રિસ્ત છે શૂર.
હોય જોદ્ધા ઘણા જોરમાં પૂર, તોય પાછા પડે સંતથી દૂર,
"એલિયા સામણે રૂઠિયો રાય, જીવથી મારવા ફોજ ત્યાં ધાય;
દેવનો આશરો એલિયા પાસ, રાયના સૈનિકો પામિયા નાશ".
એ વિના દાખલા શાસ્ત્રમાં વાંચ, આગળથી, સિંહથી ના થઈ આંચ.
ભક્તનો પક્ષ ધરે પ્રભુ નિત, તે વડે ભક્તની સર્વદા જીત;
તો પછી ભક્તને કોણની બીક? દેવ છે આશરો તો બધું ઠીક.