50
૫૦ - ઈશ્વરના પ્રેમનુ પ્રકટીકરણ
શિખરિણી | ||
(રૂમી ૫ : ૫-૧૧) | ||
કર્તા : | આલ્બર્ટ કે. કિક્ષ્વિયન | |
૧ | પ્રભો, કૃપા તારી, | અધિક દીસતી વિશ્વભરમાં; |
દીધો પુત્ર તારો, | પ્રથમ જગમાં પ્રેમ કરતાં. | |
૨ | મહા આાત્મા દીધો, | નિજ હ્રદયમાં વાસ કરતો; |
પ્રભો સાથે જેથી, | મિલન કરીને હર્ષ ભરતો. | |
૩ | મરે ન્યાયી કાજે, | સુજન દીસતા કોઈક જનો; |
અધર્મી કાજે શું, | કદિ જ અર્પે પ્રાણ નિજનો? | |
૪ | હતા જ્યારે શત્રુ, | અબળ જનનું ત્રાણ કરવા; |
ગયો વિશ્વ કાજે, | જરૂર સમયે ખ્રિસ્ત મરવા. | |
૫ | બધાં પાપી યારે, | જગતભરમાં ન્યાયી ન મળે; |
મર્યો ઈસુ ત્યારે, | જરૂર જગમાં ન્યાયી ન મળે; | |
૬ | કરે ઈસુ જેથી, | પ્રગટ નિજનો પ્રેમ ઉરમાં; |
ઠર્યો ન્યાયી રક્તે | ખચીત બચીશું કોપ ભરમાં. |