૪૦૬ - અલ્પાયુષ્ય

૪૦૬ - અલ્પાયુષ્ય
લાવણી
કર્તા: કા. મા. રત્નગ્રાહી
ટેક: જરા તું નજરે જો ધારી, જરા તું જજરે જો ધારી;
ઓ ચાલ્યું આવરદા જ્યમ ચાલે વ્હેતું વારિ.
વેગ આવરદાનો ભારી, વેગ આવરદાનો ભારી;
દોડે છે એ રાખ બનાવવા કાયાને તારી. જરા તું.
સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું, સમજ, જીવ, નહીં રહે ગાફેલ તું;
ઝટપટ તુજને ઝડપી લેશે, ત્યારે કરશે શું ? જરા તું;
જિંદગી ઝટ પૂરી થાશે, જિંદગી ઝટ પૂરી થાશે;
કુસુમ લલિત કરમાતાં જેવી કરમાઈ જાશે. જરા તું.
ચહી જગ, સુખ, દોલત ઝાઝાં, ચહી જગ, સુખ, દોલત ઝાઝાં;
આયુષ્ય વ્યર્થ ગુમાવી તારું મૂકીશ નહિ માઝા. જરા તું.
સજ્જન, ધર સદ્બુદ્ધિ સારી, અજ્જન, ધર સદ્બુદ્ધિ સારી;
સાર્થક જીવન કરવાને કર તારણ તૈયારી.... જરા તું.


Phonetic English

406 - Alpaayushy
Laavani
Kartaa: Kaa. Maa. Ratnagraahi
Tek: Jara tu najare jo dhaari, Jara tu jjare jo dhaari;
O chaalyu aavarada jyam chaale vhetu vaari.
1 Veg aavaradaano bhaari, veg aavaradaano bhaari;
Dode che ae raakh banaavavaa kayaane taari. Jara tu.
2 Samaj, jeev, nahi rahe gaaphel tu, samaj, jeev, nahi rahe gaaphel tu;
Zatpat tujne zadapi leshe, tyaare karshe shu ? Jara tu;
3 Jindagee zat puri thaashe, jindagee zat puri thaashe;
Kusum lalit karamaata jevi karamaai jaashe. Jara tu.
4 Chahi jag, sukh, dolat zaaza, chahi jag, sukh, dolat zaaza;
Aayush vyrth gumaavi taaru mukish nahi maaza. Jara tu.
5 Sajjan, dhar sadbuddhi saari, ajjan, dhar sadbuddhi saari;
Saarthak jeevan karvane kar taaran taiyaari.... Jara tu.