૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે

૪૦૩ - પ્રભુ મુજ પાસ રહે
સાંજ પડે છે જીર તણી, પ્રભુ, દૂર ન જાજે,
રાતતણો કાળોખ વધે, પાસે, પ્રભુ, થાકે;
જ્યારે બીજા આશ્રય તો, બળહીન જણાશે,
ત્યારે, નાથ અનાથ તણા, તું રહે મુજ પાસે.
જીવ તણા મુજ અલ્પ દિનો, વીતી ઝટ જાયે,
ભૂતળ સુખ તણો મહિમા ઝાંખો નિત થાયે;
જારી રોગ, વિકાર, જરા, દીસે સહુ વાસે,
હે અવિકારી દેવ, સદા તું રહે મુજ પાસે.
આપી થોડું દર્શન તો પાછો ન છુપાજે,
બોલી થોડાં કૈં વચનો, નિર્વાચ ન થાજે;
આવીને ન પછી જાતો, પંથી જ્યમ જાશે,
ક્ષેમ સમાધાને વસતાં, તું રહે મુજ પાસે.
જો નૃપનો મોટો હું વૈભવ જોઉં,
બીક તથા ગભરાટ થકી હું ધીરજ ખોઉં;
માટે પ્રેમ, દયા, કરુણા જે શાંત ગણાશે,
તે ગુણનો દેખાવ કરી, પ્રભુ,રહે મુજ પાસે.
તેં મુજ બાળપણામાં તો બહુ પ્રેમ જણાવ્યો,
જો પણ આડો મેં બળવો બહુ વાર ચલાવ્યો;
તોય મને ત્યાગ્યો નહિ તેં, નાખ્યો નહિ નાશે,
તેમ જ અંત સુધી કરતાં, પ્રભુ, રહે મુજ પાસે.
દૂર થયો જો તું મુજથી, તો હું ભટકીને,
કંઈ આડેઅવળે નીકળું, સત સર્વ તજીને;
માટે તું નિત દોર મને પથ જેમ ચઢાશે;
પોં'ચી ઘેર જતાં લગ તો, પ્રભુ, રહે મુજ પાસે.
જો પ્રભુ દે વરદાન મને, રિપુ બીક ન જાણું,
રુદનની કડવાશ મટે, દુ:ખો નહિ માનું,
મોત તણો ક્યાં ડંખ ગયો ? જય ક્યાં મૃતવાસે ?
જીતીને હું પાર પડું, જો તું મુજ પાસે.
મૃત્યુમે સત વાત ધર્યે, મારી ચક સામો,
ઝાંખ થતાં, સુપ્રકાશ કરી દેખાડ વિસામો;
રાત જતાં તો ફો ફાટે, સ્વરસૂર્ય પ્રકાશે,
જીવનકાળે મોત સમે પ્રભુ, રહે મુજ પાસે.


Phonetic English

403 - Prabhu Muj Paas Rahe
1 Saanj pade che jeer tani, prabhu, door na jaaje,
Ratatano kaadokh vadhe, paase, prabhu, thaake;
Jyaare beeja aashray to, badhin janaashe,
Tyaare, naath anaath tana, tu rahe muj paase.
2 Jeev tana muj alp dino, viti zat jaaye,
Bhootad sukh tano mahima zaankho nit thaaye;
Jaari rog, vikaar, jara, dise sahu vaase,
He avikaari dev, sada tu rahe muj paase.
3 Aapi thodu darshan to paacho na chupaaje,
Boli thoda kai vachano, nirvaach na thaaje;
Aavine na pachi jaato, panthi jyam jaashe,
Kshem samaadhaane vasata, tu rahe muj paase.
4 Jo nrupano moto hoon vaibhav jou,
Beek tatha gabharaat thaki hoon dhiraj khou;
Maate prem, daya, karuna je shaant ganaashe,
Te gunano dekhaav kari, prabhu,rahe muj paase.
5 Te muj baadpanaama to bahu prem janaavyo,
Jo pan aado mein badavo bahu vaar chalaavyo;
Toy mane tyaagyo nahi te, naakhyo nahi naashe,
Tem j ant sudhi karata, prabhu, rahe muj paase.
6 Door thayo jo tu mujthi, to hoon bhatakine,
Kai aadeavade nikadu, sat sarv tajeene;
Maate tu nit dor mane path jem chadhaashe;
Pon'chi gher jata lag to, prabhu, rahe muj paase.
7 Jo prabhu de vardaan mane, ripu beek na jaanu,
Rudanani kadavash mate, dukho nahi maanu,
Mot tano kyaa dankh gayo ? Jay kyaa mrutvaase ?
Jeetine hoon paar padu, jo tu muj paase.
8 Mrutyume sat vaat dharye, maari chak saamo,
Zaankh thata, suprakaash kari dekhaad visaamo;
Raat jata to fo faate, swarsury prakaashe,
Jeevnakaade mot same prabhu, rahe muj paase.