૪૫૪ - દેવળની પ્રતિષ્ઠા કરતી વખતે ગાવાનું ગીત

૪૫૪ - દેવળની પ્રતિષ્ઠા કરતી વખતે ગાવાનું ગીત
૮, ૭, ૮, ૭, ૮, ૭ સ્વરો
"Christ is made the sure foundation"
(‘Angularis Fundamentum’)
Tune: R.C.H. 207
( આશરે ૭મી-૮મી સદીના લઁટિનમાંથી)
અંગ્રેજીમાં અનુ. : જોન મેસન નીલ, ૧૮૧૮-૬૬
અનુ. : જે. એસ. સ્ટીવન્સ
ખ્રિસ્ત મુખ્ય જે મથાળું તે પાયો સદાય છે;
તેથી તેનું મહિમાવાળું મંડળ એક થાય છે.
તે સિયોનનો કૃપાળુ ત્રાતા ને સહાય છે.
એ પવિત્ર શે'ર માંહ્ય તેની સ્તુતિ થાય છે;
તેના લોક ગીતો ત્યાંય અત્યાનંદે ગાય છે.
પૂરે હર્ષે ત્યાં સદાય દેવ ત્રિએક પુજાય છે.
ખ્રિસ્ત, મંદિર આ સ્વીકાર, આજ તને બોલાવીએ,
કાન પ્રેમે ધર જે વાર, પ્રાર્થન ચઢાવીએ;
ને તુજ આશીર્વાસ પ્રસાર જો સન્નિધ આવીએ.
તારા સેવકો આ ઠામે, તુજ આરાધના કરે,
ત્યારે સહુ માગેલું પાલે, ને તું સાથે આખરે
સ્વર્ગના પવિત્ર ધામે રાજ્ય સર્વદા કરે.
મહિમા, સ્તુતિ હો પિતાને, સર્વશક્તિમાન જે;
મહિમા, સ્તુતિ હો પુત્રને, દેવનો હલવાન જે;
મહિમા, સ્તુતિ શુદ્ધાત્માને : પ્રભુને વખાણજે.


Phonetic English

454 - Devalani Pratishtha Karati Vakhate Gaavaanun Geet
8, 7, 8, 7, 8, 7 Svaro
"Christ is made the sure foundation"
(‘Angularis Fundamentum’)
Tune: R.C.H. 207
( Aashare 7mi-8mi sadeena Latinmaanthi)
Angrejimaan Anu. : Jon Meson Neil, 1818-66
Anu. : J. S. Stevens
1 Khrist mukhya je mathaalun te paayo sadaay chhe;
Tethi tenun mahimaavaalun mandal ek thaay chhe.
Te siyonano krapaalu traata ne sahaay chhe.
2 E pavitra she'r maanhya teni stuti thaay chhe;
Tena lok geeto tyaanya atyaanande gaay chhe.
Poore harshe tyaan sadaay dev triek pujaay chhe.
3 Khrist, mandir aa sveekaar, aaj tane bolaaveeye,
Kaan preme dhar je vaar, praarthan chadhaaveeye;
Ne tuj aasheervaas prasaar jo sannidh aaveeye.
4 Taara sevako aa thaame, tuj aaraadhana kare,
Tyaare sahu maagelun paale, ne tun saathe aakhare
Svargana pavitra dhaame raajya sarvada kare.
5 Mahima, stuti ho pitaane, sarvashaktimaan je;
Mahima, stuti ho putrane, devano halavaan je;
Mahima, stuti shuddhaatmaane : Prabhune vakhaanaje.