૩૭૧ - સંપૂર્ણ શાંતિ

૩૭૧ - સંપૂર્ણ શાંતિ
શાંત, પૂરી શાંત ? આ પાપી પૃથ્વી માંય?
ઈસુના લોહી વડે શાંતિ થાય.
શાંત, પૂરી શાંત ? રે ઝાઝાં દીસે કામ ?
ખ્રિસ્તેચ્છા કર્યાથી મળે આરામ.
શાંત, પૂરી શાંત ? દુ:ખોના સાગર માંય?
ઈસુને કોળે નથી ચિંતા કાંય.
શાંત, પૂરી શાંત? છે વહાલાં આઘાં બહુ?
ઈસુને હાથે છીએ કુશળ સહુ.
શાંત, પૂરી શાંત ? ભવિષ્યના અજાણ?
રાજ્યાસને ઈસુ છે બિરાજમાન.
શાંત, પૂરી શાંત ? ઘેરે છે મૃત્યુભય ?
ઈસુને મૃત્યુ ઉપર કીધો જય.
હવે થયું, જગસંકટ બંધ પડશે;
ખ્રિસ્ત સ્વર્ગની પૂરી શાંતિમાં લેશે.


Phonetic English

371 - Sampoorn Shaanti
1 Shaant, poori shaant ? aa paapi prathvi maany?
Isuna lohi vade shaanti thaay.
2 Shaant, poori shaant ? Re jhaajhaan deese kaam ?
Khristechchha karyaathi male aaraam.
3 Shaant, poori shaant ? Dukhona saagar maany?
Isune kole nathi chinta kaany.
4 Shaant, poori shaant? Chhe vahaalaan aaghaan bahu?
Isune haathe chheeye kushal sahu.
5 Shaant, poori shaant ? Bhavishyana ajaan?
Raajyaasane Isu chhe biraajamaan.
6 Shaant, poori shaant ? Ghere chhe mratyubhay ?
Isune mratyu upar keedho jay.
7 Have thayun, jagasankat bandh padashe;
Khrist svargani poori shaantimaan leshe.