૨૫૫ - સુવાર્તા

૨૫૫ - સુવાર્તા
ચોપાઈ
"Tell me the old, old story"
કર્તા: વિલ્યમ એચ. પામર,
૧૮૪૫-૧૯૨૯
અનુ. : જે. વી. એસ. ટેલર
વાત પુરાતન કાળ તણી જે તે મુજને સુણાવો;
સ્વર્ગમાં જે અણદીઠ રહેલું તે મુજને સમજાવો.
ઈસુની હું વાત ચહું છું, ને તેના મહિમાની;
ઈસુને રે વાત જણાવો, ને નિજ પ્રેમ ઘણાની.
નાના બાળકને જ્યમ લહેશો, સુલભ કરીને બોલો,
કાંકે હું છું નિર્બળ, થાક્યો, અનાથ, મેલો, ભોળો.
ધીરેથી તો વાર્તા કહેજો, કે મુજથી સમજાશે,
કે ક્યમ અચરત પાપનિવારણ ઈશ્વર રીતે થાશે.
ફરી ફરી તે વાર્તા કહેજો, ભૂલું છું બહુ વે'લો;
લોપ થયું બળ જુવાનીનું, વખત થયો છે છેલ્લો.
ધીમેથી તે વાર્તા કહેજો, સ્વર ગંભીર કરીને;
જેને તારવા ઈસુ આવ્યો તે હું છું જાણીને.
ફરી ફરી તે વાર્તા કહેજો જો તમ ઈચ્છા એવી,
કે દુ:ખ વેળા ને ગભરાટે મુજને ધીરજ દેવી.
તે ને તે જ પુરાતન વાર્તા દયા કરીને કહેજો;
જે જે વારે મુજ ગમ જોતાં તમને બીક થશે તો.
કે આ જગનો ઠાલો મહિમા મુજ પર જોર કરે છે,
તે આત્માની હાનિ કરતાં જૂઠે મોહી લે છે.
૧૦ હા, ને જ્યારે સ્વર્ગી મહિમા ઉદય થતો દેખાશે,
ત્યારે પૂરું હેત કરીને ઊભાં રહેતાં પાસે.
૧૧ તે ને તે જ પુરાતન વાર્તા મુજ કાને તો કહેજો,
કે "ઈસુથી શુદ્ધ થશે તું," એમ દિલાસો દેજો.


Phonetic English

255 - Suvaarta
Chopaai
"Tell me the old, old story"
Karta: William H. Palmer,
1845-1929
Anu. : J. V. S. Tailor
1 Vaat puraatan kaal tani je te mujane sunaavo;
Svargamaan je anadeeth rahelun te mujane samajaavo.
2 Isuni hun vaat chahun chhun, ne tena mahimaani;
Isune re vaat janaavo, ne nij prem ghanaani.
3 Naana baalakane jyam lahesho, sulabh kareene bolo,
Kaanke hun chhun nirbal, thaakyo, anaath, melo, bholo.
4 Dheerethi to vaarta kahejo, ke mujathi samajaashe,
Ke kyam acharat paapanivaaran Ishvar reete thaashe.
5 Phari phari te vaarta kahejo, bhoolun chhun bahu ve'lo;
Lop thayun bal juvaaneenun, vakhat thayo chhe chhello.
6 Dheemethi te vaarta kahejo, svar ganbheer kareene;
Jene taarava Isu aavyo te hun chhun jaaneene.
7 Phari phari te vaarta kahejo jo tam ichchha evi,
Ke dukh vela ne gabharaate mujane dheeraj devi.
8 Te ne te ja puraatan vaarta daya kareene kahejo;
Je je vaare muj gam jotaan tamane beek thashe to.
9 Ke aa jagano thaalo mahima muj par jor kare chhe,
Te aatmaani haani karataan joothe mohi le chhe.
10 Ha, ne jyaare svargi mahima uday thato dekhaashe,
Tyaare poorun het kareene oobhaan rahetaan paase.
11 Te ne te ja puraatan vaarta muj kaane to kahejo,
Ke "Isuthi shuddh thashe tun," em dilaaso dejo.