24
૨૪ – આવો આપણે યહોવાની આગળ ગાઈએ
૧ આવો, આપણે સહુ ગાઈએ, ઈશ્વર સ્તુતિનાં ગાન, |
રે, ભાવે ભેળાં થાઈએ, ને તેને દઈએ માન. |
૨ તેની સમીપ સહુ નમીએ, આભાર ને સ્તુતિ સાથ, |
બહુ માનથી તેને ભજીએ, તે છે પવિત્ર નાથ. |
૩ ઈશ્વર છે મહા ગૌરવવાન, સહુ ભૂપ તણો તે ભૂપ, |
સહુ દેવોથી તે શક્તિમાન, તેના ગુણ છે અનુપ. |
૪ તેના હાથમાં જગનાં ઊંડાણ, તેનો તે છે સૃજનાર, |
ગિરિ-શિખરો તેનાં જાણ, જગનો તે પાલનહાર. |
૫ મા'સાગર તેણે બનાવ્યા, ને તેમને આપી હદ, |
કોરી ભોંય પર જન વસાવ્યાં, તેનો પ્રેમ છે બેહદ. |
૬ આવો, શીશ નામી ભજીએ, ઈશ્વરકર્તાની પાસ, |
તેના ચારાના લોક છીએ, ને તેનાં ઘેટાં ખાસ. |