SA505

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA505)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જય જય ઇસુ નામની, જય તારનાર !

તારા રૂધિરે તેં અમોર્નં, જય જય.

આકાશમાં દેવનો મોટો દરબાર,

તેમાં છે બાળકો લાખો હજાર;
માફી પામેલાને પવિઞ રહેનાર,
જય જય ! તેઓ ગાએ છે જય તારનાર.

રે કેમ કરી તેઓ સ્વર્ગે આવ્યા?

રે શી રીતે તેઓ તે સુખ પામ્યાં?
શાંતિ ને પ્રીતિનો કોણ છે દાતાર?
જય જય ! તેઓ ગાએ છે, જય તારનાર.

રે ઈસુએ તારવાને મુક્યો આનંદ,

ને દેહ ધરી આવીને ઉચક્યો સ્તંભ;
સર્વના પાપનો તેણે લીધો ભાર,
જય જય ! તેઓ ગાય છે, જય તારનાર.

જે બાળકોએ વેળાસર માફી માગી,

ને ઇસુ ગમ ફર્યાં પાપ ત્યાગી;
હાલ તેઓ પામ્યા અનંત અપાર,
જય જય ! તેઓ ગાય છે જય તારનાર.