SA500

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA500)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સોનેરી વીણાઓ છે સ્વર્ગમાં, ઉજળાં વસ્ત્ર છે તૈયાર;

સાથે ચાલો હાલેલૂયા ! વાટમાં, નીલ આકાશની પેલે પાર.

ફોજને જુઓ સ્વર્ગમાં જાય છે, પામશે મહેલો ચળકતા;

જ્યાં ઉજળાં વસ્ત્ર પહેરાય છે, સ્વર્ગી વીણા વાગે ત્યાં.

ગાનારાની હલેલૂયા ! સંગમાં, જ્યાં સ્વર્ગવાસીઓ રહે છે;

મીઠા રાગો પૂરા ઉમંગમાં, ગાવા માટે ચાલો રે.

ચાલો, જીવનની નદી પર, મુકિતના શૂરવીરો છે;

જે સાચા રહ્યા પૃથ્વી પર, તેઓ અમને ત્યાં મળશે.

પાપી, આવો, હાલેલૂયા ! ફોજમાં, સંગમાં ચાલો સ્વર્ગીદેશ;

ઉજળાં વસ્ત્રો, જયની વીણા, પામી ખુશ રહેશો હંમેશ.