SA494

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA494)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક : વધૂ વર રાખ પ્રભુ સુખકારી રે,

તારી સેવામાં લે જે સ્વીકારી !

વધે પ્રેમ પરસ્પર એવો રે,

જાણે એક જ અંગ હોય તેઓ રે,
અન્યોઅન્ય રહે સહકારી - વધૂવર.

રિદ્ધિ,સિદ્ધિ,સુબુદ્ધિ દેજે રે,

સદા એમની સંગે રહેજે રે,
દેજે દીર્ધાયુષ્ય વધારી - વધૂવર.

નવદંપતી નવજીવન માણે રે,

નિજ ઘર સ્વર્ગસમ અજવાળે રે,
બને આદર્શમય નરકારી - વધૂવર.

શુભ લગ્ર તણા શુભ કામે રે,

મળી સકળ સભા આ ઠામે રે,
આશિષવૃષ્ટિ તું કર આ વારી - વધૂવર.