SA469

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA469)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પુનરૂત્થાનની પ્રભાતમાં સલામ ઇસ્ટરની;

દુનિયા પાપથી પલટાય એવી પ્રીત ઇસુની.

દુઃખો સૌનાં ટાળવા, શાંતિ કંઈ પમાડવા;

સેવા કીધી અપરંપાર, એવી પ્રીત ઇસુની.

મન અંધારું કાઢવા, જીવન જ્યોત જલાવવા;

અજબ જીવન જીવી જાય, એવી પ્રીત ઇસુની.

પાપવૃત્તિ પલટાવવા, જીવન જળ પીવડાવવા,

અજબ જીવન આપી જાય, એવી પ્રીત ઇસુની.

મૃત્યુને સંહારવા ને દિગ્વિજય કરાવવા,

પુનરૂત્થાન પામી જાય, એવી પ્રીત ઇસુની.

ઉરે આનંદ માય ના, ને દુઃખ ધ્વની સંભળાય ના,

જ્યજયકાર વર્તી જાય, એવી પ્રીત ઇસુની.