SA464

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA464)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક: અમારો ખ્રિસ્ત ત્રાતા આજ,વધસ્તંભ પરે જડાયો.

અમારો મુક્તિ દાતા આજ,પાપીને હાથે મરાયો.

ગઝલ
વિના વાંકે તે ટિંગાયો, સ્તંભે રૂધિર રંગાયો,

શિર શૂળતાજ મૂકાયો, મૂખે રે નાથ થૂંકાયો.

જાણે કર પાય તો તેના, હોએ કંઇ કાષ્ટનાં એના,

હથોડે ઠોકતાં રે ના, દયા લે દુશ્મનો એના.

લોહીની છૂટતી ધારો, હૃદયે દુઃખનો ભારો,

થતી બૂમો મારો મારો, યહુદી રાયને મારો.

વીંધાયું દિલડું તારૂં, વહૃયું વેગરે રૂધિર તારૂં,

હણ્યું હલવાન બિચારું, જગતનું પાપ હરનારૂં.

મરાયો તું હણાયો તું, સતાવાયો ઘવાયો તું,

હસાયો તું કસાયો તું ગયો પી વિષ પ્યાલો તું.

ભરી તેં ખંડણી ભારી, દઇને જીંદગી તારી

હવે આ ફર્જ છે મારી, કરું સેવા સદા તારી