SA462

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA462)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટેક : જુઓ આ સ્તંભને ધારી રે, વેઠે પ્રભુ વેદના ભારી રે.
ખીલાથી તેનું અંગ વીંધાયું, રૂધિરની વહી ધાર,

સ્હે છે પીડા એ ભારી રે - જુઓ

પાપનો દંડ છે આકરો કેવો, જુઓ જુઓ સહુ કોઇ

મગે દુઃખ પ્યાસથી વારિ રે - જુઓ

બૂમ પાડે છે ઉગ્ર તે કેવી, મૂકી દીધો કેમ દેવ?

કહે છે ઇસુ પોકારી રે. - જુઓ

આપણાં પાપનો બોજ ધરીને, બનીને બદલો આપ,

સાધે છે મુકિત તે સારી રે - જુઓ

પાપ નિવારવા આપ મૂઓ છે, ટાળવા પાપનો શ્રાપ,

ઊઘાડવા સ્વર્ગની બારી રે - જુઓ

સ્તંભની ઉપર ઊંચો થયો છે, જીવન દેવાને એ,

નિહાળજે દ્રષ્ટિએ તારી રે - જુઓ

રૂઘિર ધાર જે અંગથી વહેતી, ધોશે સહુ તુજ પાપ

દેશે સહુ ડાધ વિદારીરે, - જુઓ

પ્રેમ અનુપમ ને રે’મનો ભૂપએ, બોલાવે પાપીને પાસ,

નિહાળજે દ્રષ્ટિએ તારી રે - જુઓ