SA452

Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA452)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Ye Bank and breas, 223;

Solid Rock,669, Eb
8.8.8.8.8.8. Imbic

(રાગ - જે વિશ્વાસ રાખે ઇસુ પર)
મુબારક હો! મુબારક હો!આજ નૂતન સાલ મુબારક હો!

સાલ મુબારક સૌને થાઓ! ઉરે આનંદ લાવી ગાઓ,
મુબારક હો!મુબારક હો! આજ નૂતન સાલ મુબારક હો!

ગત સાલ આજે થાએ વિદાય,સંભારણાં તેના રહે સદાય,

પ્રાર્થના કરીએ પ્રભુ પાસે,આશિષ દેજે નૂતન વર્ષે;
સુખે દુઃખે દેજે સહાય,શાંતિ તુજથી અમને પમાય.

વિતે વર્ષો જીવન તણાં, ઉપકારો અમ પર તુજ ઘણાં,

દયા અતિશે તુજ જણાય ,અમારો સહાયક તું સદાય;
આભાર માનીએ અંતરથી,સેવા કરીયે સૌ ભાવ થકી.

ખ્રિસ્ત છે પાસે સૌ રાખો ધીર,સહાયકારી થશે તે ખચીત.

સ્તભં ઊંચકી પાછળ ચાલીએ,જીવન સદાનું પામીએ;
ઇસુને સોંપી તનને મન, સેવા કરો તેની હરદમ.