SA433

Revision as of 12:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA433)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દેવે આપ્યો દીકરો તે છે દેવ અવતાર,

માતા મરિયમ ઝુલાવતાં પાઢોને મુજ બાળ.
નિરખી તારું મુખ તન, મન હરખાય છે;
તું છે મુજ પાલનહાર.

ગગન મંડળમાં મેદની મધુરાં ગાયન ગાય;

તારો ઊગ્યો પૂર્વમાં અચરત સૌને થાય.
દુતો ગાન ગાએ, અજવાળું આકાશમાં;
અવનિ માહેં થયો પ્રકાશ.

દર્શન કરવા દેવનું માગી લોકો જાય,

તન, મન, ધન, અર્પણ કરી પ્રીતે લાગ્યા પાય.
નિરખી નાથ નાનો નાઝારીના વેષમાં;
રાખે સહુ તારણની આશ.

ધન ધન ઇસુ બાળને, ધન છે ઇસુ રાય,

પાપી જગને તારવા લીધો મનુષ્ય અવતાર.
પ્યારા પ્રભુ પ્રીત તેં કીધી ધણી જગત પર;
અર્પ્યો તુજ વ્હાલેરો બાળ.

અવિનાશી તું અવતર્યો સકળ ભુમિનો ભુપ,

સાચા મનથી સેવીએ મળે અનુપમ સુખ.
રાખ પાસ દાસને ઓ દેવ તું દયા કરી,
સેવકોની અર્જ સ્વીકાર.