SA411

Revision as of 11:17, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA411)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દેવની સ્તુતિ થાઓ,કામ કીધાં મહાન,

જગ પર પ્રીતિ કરી, દઇ પુત્રનું દાન;
પાપની ખંડણી કાજે, દેહનો કીધો ત્યાગ,
જીવનદ્વાર ઉઘાડયું, સૌના પ્રવેશ કાજ.

ટેક:સ્તુતિ થાઓ(૨)

સૃષ્ટિ સૂણો અવાજ,
સ્તુતિ થાઓ(૨)
લોકો કરે ઉલ્લાસ!

આવો પિતા પાસે,ઇસુ એકજ દ્વાર,

આપો તેને મહિમા, કામ કીઘાં મહાન

તેના લોહી થકી,પૂરો છૂટકારો,

દેવ વચન પામે હર, વિશ્વાસ કરનારો,
મોટો ગુનેગાર હર,વિશ્વાસ જો કરે,
તેજ પળે ક્ષમા, ઇસુ તેને ધરે !

વાતો મહાન શિખવી કામ કીઘાં મહાન,

ઇસુ પુત્ર થકી છે, મોટો ઉલ્લાસ;
પણ વઘુ પવિત્ર, ઉચ્ચતર મહાન,
સૌથી અજબ ઉમંગ,જોઇશું તારનાર.