SA404

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA404)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મુક્તિ! કેવો આનંદી વાત! કેવો સુસમાચાર !

તેથી મટે છે દરેક ઘા, સૌ બીક કઢાય છે બહાર.

ટેક:(૧)માટે કરીશું ધજા ઊંચી, મુકિતની પ્રીતિની ધજા,

તેની તળે રે મોત સુધી, લડી જઇશું સ્વર્ગમાં
(૨)એકજ અમારી છે દલીલ, અરજ નથી બીજી,
ખ્રિસ્ત મૂઓ એટલું જ છે પૂરતું, અમને આપવા મુકિત.

મુક્તિ ! રે પ્રતિનાદ તેનો, સૌ પૃથ્વોમાં સંભળાય,

જયાં લગ ફોજ સ્વર્ગો સંગ મળો,મુક્તિનાં ગીતો ગાય.

મુક્તિ! ઇસુની,થાવ સ્તુતિ કે ફોજને સ્થાપી છે;

મનમાં છે મુક્તિની શાંતિ, જે ખ્રિસ્તે આપી છે.