SA395
૧ | હે દેવ, ગતકાળમાં થયો સાં’ય ભવિષ્યની છે આશ, તોફાનમાં પણ તું થા આશ્રય, ને સ્વર્ગમાં અનંતવાસ. |
૨ | તુજ રાજ્યાસનની છાયામાં, નિર્ભય રહીશું અમ, સશકત છે એ હાથ તારા, કરશે નિશ્રે રક્ષણ. |
૩ | આ જગની સઘળી પ્રજાઓ,ચિંતાને શ્રમ સહિત, ડૂબાડે કાળનાં મોજાંઓ,ને રહે નિશાન રહિત. |
૪ | કાળ વે’તી નદીની રેલ પેઠે,લોકોને તાણી જાય છે, સવારે સ્વપ્ન ભૂલે જેમ, તેઓ મારી જાય છે. |
૫ | હે દેવ ગતકાળમાં થયો સા’ય ભવિષ્ય છે આશ, દોરનાર અમારો થા સદાય, દે સ્વર્ગ અનંત વાસ. |