SA377

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA377)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
સાંભળ મારી પ્રાર્થના પ્રભુ, સાંભળ મારી વાણ,

તરે પરક્રમે તારજે મને, શઋ ફેકે છે બાણ,
લેજે ઘ્યાનમાં ઘારી, વાત અમારી, આશા છે તારી.

આકાશ કરતાં તું ઊંચો છે, મહિમા તારો અપાર,

માનવપુઞો તને નમે છે, દુનિયાના દાતાર,
તુ કરને તૈયારી, આયુદ્ધ ઘારી, સૌ જયકારી.

સહાય કરનાર, પ્રાણનો આઘાર,પ્રભુજી મારો તું.

રાજી ખુશીથી યજ્ઞો હું અર્પિશ, ચરણે નમીને રે હું,
ન મુકું વિસારી, સદા આભારી, પ્રીતિનો તારી.

આનંદ કરીશ તારા તારણમા, મનડું મારું હરખાય,

વૈભવથી ભરેલા દેશો, ગાયન વીણાથી ગવાય,
વાગે વીણાઓ સારી, પ્રભુને પ્યારી, મન હરનારી.