SA372

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA372)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દોરજે પ્રિય પાળક ત્રાતા, તું અમારી કર સંભાળ,

પોષણ કરજે હે અન્નાદાતા, વાડામાં સમેટી પાળ,
ધન્ય ઇસુ, ધન્ય ઇસુ, ખંડી કીધાં તારાં બાળ.

મિત્ર તુ અમારો થજે, તું રસ્તો અમને બતાવ,

પાપથી સૌની રક્ષા કરજે,મન ભટકીએ તો શોધી કાઢ,
ધન્ય ઇસુ, ધન્ય ઇસુ, સૌની અરજ તું સ્વીકાર.

તેં વચન આપ્યું સ્વીકારવા, પાપી જો કે છીએ સહુ,

દયા તારી ધણી તારવા, શકિત શુ કરવાને બહુ,
ધન્ય ઇસુ, ધન્ય ઇસુ, વહેલા શરણે આવીએ સહુ.