SA360

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA360)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
આવો, બાળ, આવો, આજે પ્રભાતે,

પ્રભુગુણ ગાઈએ સર્વ સંઘાતે. આવો.

રક્ષા કરી તેણે ગઈ કાલ રાતે,

સાજાં ઊઠાડયાં વળી આજે પ્રભાતે. આવો.

રાત અંધારી, બહુ કાળી કાળી,

પ્રભુ વિણ કરે કોણ રક્ષા તમારી ? આવો.

આજ દિન કામ માટ આશિષ માગો,

ગત કાળ ભૂલ થાય તે સહ ત્યાગો. આવો.

પિતા, પુત્ર, વળી આત્માને નામે,

આજ દિન કામ પર આશિષ જામે. આવો.