SA353
૧ | ઇસુને બાળો વહાલાં છે, સોડમાં લીધાં તેણે. તેઓ પર તે માયાળુ છે, ને ચાહે છે તેમને , |
૨ | ઇસુને બાળો વહાલાં છે, સંભાળે છે તેમની અર્જ, જે તેની પ્રાર્થના કરે છે, સારે છે તેમની ગર્જ. |
૩ | ઇસુને બાળો વહાલાં છે, ભુખ્યાંને દે છે અન્ન, ને જેઓ દુ : ખિયારાં છે, તેમને કરે મહાન. |
૪ | ઇસુને બાળો વહાલાં છે, જેઓને લાગે બીક, તેઓ પર તે દયાળુ છે, રહે છે તેમની નજિક. |
૫ | ઇસુને બાળો વહાલાં છે, જે મુક્તિ પામે હાલ, અજવાળામાં તેની સાથે, રહે સ્વર્ગે સદાકાળ. |