SA284

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA284)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર ? હું છું મટોડી તું છે કુંભાર;

તુજને ગમતું રૂપ ઘડજે મારું, ઉપયોગી પાત્ર કરજે તારું.

પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર, પારખ મને આજ, પ્રભુ ઈશ્વર;

હિમ કરતાં ધોળો નહવાડી કર, માગું છું મુજમાં શુદ્વતા ભર.

પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર, ઘાયલ, થાકેલ હું, સૂણ મુજ પોકાર;

તને છે, પ્રભુ સૌ અધિકાર સાજો કર મને દિવ્ય તારનાર.

પ્રભુ, તુજ ઈચ્છા પ્રમાણે કર તારા આત્માથી હાલ મને ભર;

હે ઈસુ, મુજમાં તુજ રાજય સ્થાપ, કે લોકો જુએ તારો પ્રતાપ.