Bhajan Sangrah:About

Revision as of 23:01, 6 July 2013 by Rrishujain (talk | contribs) (Created page with "૧ – પ્રભુનું સ્તોત્ર ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૧ – પ્રભુનું સ્તોત્ર ટેક : જય જય પરમ દયામય સ્વામી, સ્મારક ગાન કરો રે. ૧ જીવ, જનાવર, અંડજ પક્ષી, રાય, પ્રજાજન જોતા, ચેતન, જડ, મન, બુદ્ધિ, વિચારો, કારક, ભાષક, શ્રોતા ૨ ભક્તસમાજ નિરંતર તેને, સાથ ભજો અનુરાગે; નિશદિન ઈશ્ર્વરના ગુણ ગાઓ, પ્રેમસુ ગાયક જાગે. ૩ ઈશ્ર્વરકૃત તન, જીવ અમારાં, અદ્ભુત કાર્ય અનુપા;

    	જીવનદાતા, શુભ પ્રતિપાલા, 		ધન્ય દયામય ભૂપા.

૪ સહુ જગ જોગ કરે તુજ સેવા, શુભ શુભ સાદ ઉઠાવી;

       ગાન વખાણ કરો સહુ ઠામે, 		અંતરમન હરખાવી.

૨ - ધન્ય ત્રૈક ઈશ્વર "Holy, Holy, Holy, Lord God Almighty" Tune: Nicaea ૧૧,૧૨,૧૨,૧૦ સ્વરો કર્તા : બશપ રેજિનોલ્ડ હીબર, ૧૭૮૩-૧૮૨૬ અનુ: રોબર્ટ વાર્ડ

૧ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી, મળસકું થતાંમાં જ, તુજને છે સલામી. હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ; ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.

૨ હે ઈશ્વર, પવિત્ર ! સંત સેવા કરે, ચળકતા સાગર આસપાસ સુવર્ણ તાજ ધરે; કરૂબીમ, સરાફીમ પાય લાગી ગાય ગા, તું જ હતો, છે, ને સદા રહેવાનો.

૩ હે ઈશ્વર, પવિત્ર! વ્યોમે વસ્તી તારી, પાપી આંખ ન દેખે તુજ મહિમા જે ભારી; એકલો તું જ પવિત્ર, નથી કોઈ તુજ સમાન, શક્તિમાન, પૂર્ણ, પ્રેમાળ, ને શુદ્ધ નામ. ૪ હે ઈશ્વર પવિત્ર ! સર્વસમર્થ સ્વામી, ગાય સૌ સ્રુષ્ટિ તુજ નામ જળ, સ્થળ, ને સ્વરધામી; હે ઈશ્વર, પવિત્ર ! શક્તિમાન, દયાળુ; ધન્ય ત્રિએક તું, ઈશ્વર કૃપાળુ.


3 – પ્રભુને આમંત્રણ ૧ પધારો પ્રભુજી, સભામાં પધારો, સભાની મહીં અગ્રસ્થાને બિરાજો, તમારા કૃપાળુ કરોને પ્રસારો, અમારાં મહા દુ:ખ સંધાં નિવારો. ૨ પધારો, પ્રતાપી પ્રભુજી, પધારો, અમારી વિનંતી બધી ઉર ધારો, અમોને સુણાવો સુબોધ તમારો, કરો સાહ્ય આશિષ આપી હજારો. ૩ પધારો, સુપ્યારા પ્રભુજી, પધારો, અમારી બધી સેવના તે સ્વીકારો, નથી અન્ય કો પાપથી તારનારો, અને સ્વર્ગની વાટમાં દોરનારો. ૪ પધારો, સ્વયંભૂ પ્રભુજી પધારો, અમારાં રુદિયાંની માંહે બિરાજો; ધરો તાજ શિરે, કરો રાજ સ્થાયી, સુમુદ્રા તમારી જ સ્થાપી સદાઈ.


૪ – ઈશ્વર સ્તવન ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા, અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....

૧ ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો, વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.

૨ ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો, વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.