SA264

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA264)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ઇસુ છે મહિમાવાન, સંબોધક આપે છે,

દે છે આત્માનું દાન, કે આપણામાં રહે,
રેડાયેલો છે ઇશ્વર આત્મા, તેમાં આનંદ કરો બધા.

કરવાને પાપનો નાશ, તોડવા શેતાનનાં કામ,

રાજ તેનું આવ્યું ખાસ, પ્રીત, ન્યાય, શાંતિ, તમામ,
રેડાયેલો છે ઇશ્વર આત્મા, તેમાં આનંદ કરો બધા.

શુદ્ધ કરનાર રકત વડે, દિવ્ય જીવન દેવા,

પૂરા શુદ્ધ કરવાને, કરાવવાને સેવા,
રેડાયેલો છે ઇશ્વર આત્મા, તેમાં આનંદ કરો બધા.

આપણને કરવા સિદ્ધ, મોં તેનું જોવાને,

દેવા મુગટ પ્રસિદ્ધ, તે પરમ સુખ સ્થાને,
રેડાયેલો છે ઇશ્વર આત્મા, તેમાં આનંદ કરો બધા.