SA263

Revision as of 12:16, 11 May 2024 by Gcfpon (talk | contribs) (SA263)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હા, સાફ કરતી નદી વહે છે, તેથી અશુદ્ધ શુદ્ધ થાય;

જે જન તેમાં પડી ન્હાય છે, તેના પાપના ડાઘ સૌ જાય.
ટેક - ચોફેર વહે સાફ કરતી નદી, મન પવિત્ર કરે તેવી નદી.
મનમાંથી જે કાઢે છે બદી, હવે ઇશ્વરના દિલમાંથી વ્હે!

જેટલા શોધે છે આ નદી તેમને મળે છે સફાઇ;

નિરાશ જતા નથી કદી, માટે રે'શો મા રોકાઇ.

એ નદીમાં ન્હાયા છો શું , મળી શાંતિ શું ખરી?

મૂળથી પાપો ધોવાયાં શું ? મળી શાંતિ શું ખરી ?

આ શુભ નદીને કિનારે, કેમ થોભી રહયા હજી ?

હાલ ઉતારો બોજો ભારે, શંકામય રોકાણ તજી.